પ્રણયમાં
પ્રણયમાં


પ્રણયમાં કદી ત્રિકોણ રચાય ના,
વેદના પછી આંખથી વંચાય ના.
એક મ્યાનમાં બે તલવાર ના હોય,
કરેલી ભૂલ પછી જો સહેવાય ના.
બે આત્માનું મિલન હોય છે પ્રેમમાં,
ત્રીજાથી એમાં કદીયે રહેવાય ના.
કોઇને છેતરવાની રમત નથી હોતી,
લાગણીમાં કોઇને એમ છેતરાય ના.
શાશ્વત પ્રેમને અમર કરો વફાદારીથી,
દગાથી કદી એ જો વળી વટલાય ના.