પ્રણયમાં
પ્રણયમાં
કાંટાળી કેડીમાં ગુલાબ જેવું કાંઈક વાવી દીધું છે,
આ કેડીથી દૂર રહેતા એમનું મન વાળી લીધું છે,
મનની ચંચળતાને લાગણીઓના બીબામાં ઢાળી,
કાંટાને ફૂલનો પણ સંબંધ હોય સમજાવી દીધું છે,
જાગરણ પણ હોય ને હોય તોફાનો પણ પ્રણયમાં,
સ્મરણમાં એમના સુવાસથી મનને કળાવી દીધું છે,
મૌનની સ્વીકૃતિ ને પ્રકૃતિનો મહિમા કાંઈક અલગ હોય,
મૌન મનને પણ આ પળમાં બાંધી બહેલાવી દીધું છે,
સમય ક્યાં અહીં થોભશે ને એકમેકમાં ભળવા દેશે,
તોય આજ સમય સાથે લડી એનું વહેણ થંભાવી દીધું છે,
રસ્તા પણ અલગ ને થશે સપના પણ અલગ કાલથી,
કાલ કે આવે કાળ એની જીદ સામે જીતતા શીખવાડી દીધું છે.

