પરમાણુ અને બ્રહ્માંડ
પરમાણુ અને બ્રહ્માંડ
નકલ કરી બ્રહ્માંડે પરમાણુ તણી
જુઓ ને સામ્યતા છે બહુ જ ઘણી
વાતો કરે ને ફરે બેઉ ગોળ ગોળ
એકબીજામાં થાય છે ઓળઘોળ
પોતે ગોળ ને વળી સંતાનેય ગોળ
કેન્દ્રમાં નાભિ છે ગોળ લાલ ચોળ
સૂક્ષ્માણુ નજરે ભ્રમણકક્ષા તારલા
ચમકે વિજાણું પહેરી પાંચ હારલા
નિયમ બંધન બહુજ ઘાટીલા રાખે
તોડનાર દુશ્મન સ્વાદ સહી ચાખે
પરમાણુએ તારલાની કરી નકલ
અરે રે અણુ ક્યાં નથી એની વકલ
બ્રહ્માંડ સમાયું છે પરમાણુ અંદર
બ્રહ્માંડ મહીં કૂદે જાણે અણુ બંદર
નકલ કરી બ્રહ્માંડે પરમાણુ તણી
કક્ષા દીવાલ એક જ કડિયે ચણી
જુઓ ને સામ્યતા છે બહુ જ ઘણી
ને કુદરત બેઉનો છે એક જ ધણી
નકલ કરી બ્રહ્માંડે પરમાણુ તણી
જુઓ ને સામ્યતા છે બહુ જ ઘણી.
