પ્રમાણિત વસ્તુ
પ્રમાણિત વસ્તુ
પ્રમાણિત વસ્તુ ખરીદીએ ચાલો પ્રમાણિત વસ્તુ ખરીદીએ
સાચી હકીકત જાણી આજે પ્રમાણિત વસ્તુ ખરીદીએ,
ઘર વપરાશ માટે ચાલો આઇ એસ આઇવાળી વસ્તુ ખરીદીએ
પ્રમાણિત વસ્તુ ખરીદીએ,
ઊનની વસ્તુઓ માટે ચાલો વુલમાર્ક વાળી વસ્તુ ખરીદીએ
પ્રમાણ એનું ચકાસીએ,
ખાદ્ય પદાર્થની વસ્તુ લેતા એગમાર્ક ખાસ તપાસીએ
પ્રમાણ એનું જાણીએ,
સોના ચાંદી ને ચાલો ખરીદીએ
લગ્નપ્રસંગમાં તેને પહેરીએ,
હોલમાર્કની કરીએ ખાતરી
પ્રમાણિત વસ્તુ ખરીદીએ.
