STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

5.0  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

પરમ તત્વની પધરામણી

પરમ તત્વની પધરામણી

1 min
27.2K


પુષ્પની પમરાટમાં પરમ તત્વની પધરામણી

સ્પર્શથી સંકોચાઈ જઈશ એવી હું લજામણી


વહેતી હવાના તરંગો લાવ્યા ખબર એક ખુશીની

હેતની હેલ બની ઢોળાવ હું સુણી વ્હાલમની વધામણી


ફૂલોની ખૂબસૂરત કેદમાંથી થઈ મુકિત ફોરમની

ઝાકળના ભીના ઉત્સવમાં નૃત્ય કરી રહી લાગણી


આજ મન મોર બની કળાયું તારા વદન ઉપર

એક તારા મૌન ટહુકાના સૂરે તૃપ્ત થઈ સઘળી માંગણી


આ ખુશ્બૂનો"પરમ"ખજાનો અનમોલ ભેટ જિંદગીની

પૂરી થઈ મુજ "પાગલ"ની ભવ ભવની ભુલભુલામણી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational