પરમ પ્રકૃતિ
પરમ પ્રકૃતિ
સિંદૂરી સૂરજ ઉદિત ઉગમણે,
ક્ષિતિજે રક્તિમ આભા છવાયે..
ષોડશી પ્રકૃતિ આળસ મરડે,
જડ ચેતન લાલિમા રમાયે..
ચાર પલમાં જીવન છે ભેરુ,
પલ પાલખી આગળ વધતી જાયે...!
આગળ વધતી જાયે...હા આગળ વધતી જાયે..!
સર્જન વિનાશ ઘટમાળ ચાલે,
નવ પરિવર્તન પવન ફૂંકાયે..
એ પવનનાં પગમાં ઘૂંઘરૂં ગાજે,
લાસ્ય તાલે નૃત્ય ચરમ નચાયે..
ચાર પલમાં જીવન છે ભેરુ,
પલ પાલખી આગળ વધતી જાયે...!
આગળ વધતી જાયે...હા આગળ વધતી જાયે..!
અંબર મઢયું હીર તારલિયે
નિત મહારાસ રમણ રચાયે..
છુપ્યું લાલ મોતીડું છિપ મધ્યે,
નભે ચાંદલિયો મંદ મંદ મુસ્કાયે..
ચાર પલમાં જીવન છે ભેરુ,
પલ પાલખી આગળ વધતી જાયે...!
આગળ વધતી જાયે...હા આગળ વધતી જાયે..!
વિખરાયું સૌંદર્ય અત્રે તત્રે,
રંગકૂંપી બેબાક ઉભરતી છલકાયે..
નિશા સજતી જુગનુ લળીયે,
પરમ પીંછીએ મદહોશી સરસરાયે..
ચાર પલમાં જીવન છે ભેરુ,
પલ પાલખી આગળ વધતી જાયે...!
આગળ વધતી જાયે...હા આગળ વધતી જાયે..!
જીવન ઉત્સવ જો સ્વયંમાં જીયે,
પથ લાલિમા ઉજાસ પથરાયે..
ઘટમાળ સરતી પરમ સૌંદર્ય ગીતે
ગુંથી શબ્દે દીપાવલી ગુનગુનાયે..
ચાર પલમાં જીવન છે ભેરુ,
પલ પાલખી આગળ વધતી જાયે...!
આગળ વધતી જાયે...હા આગળ વધતી જાયે..!

