પ્રકૃતિ
પ્રકૃતિ
“હું જ આકૃતિ હું છું પ્રકૃતિ- લાવું પાછી સંસ્કૃતિ !! “
નાનકડું આકાશ મારે ગજવામાં છો ભરવું છે
ઇગ્લીંશ વસ્તુઓનું પરદેશગમને છો તરવું છે
ભાગમભાગી મહામારીએ દીપ પ્રાગટ્ય કરવું છે
પાકિટમાં લેક્ચર ભરી ગલુડિયાનું છો ડરવું છે
પપ્પા સ્લોટર હાઉસ જેવું વાઇરસનુ જ ફરવું છે
જ્વલંત વને ભેંકાર એકાંતી રોજનું તે રડવું છે
કરૂણા ક્યારે ડેટિંગ કરશે માનવતાનું મરવું છે
ધર્મના સંસ્કાર ઊગ્યા કર્મી સિધ્ધાંતનું જીવવું છે
માંગી માંગીને મેં માંગી 'સ્વરછતા', છું હું પ્રકૄતિ
મળશે હવે લાગે છે 'સહકાર' હું ને તું જ પ્રકૄતિ
દીધો લીધો વ્યવહાર ભળ્યો તહેવાર હું જ 'આકૄતિ'
કરી 'નમસ્તે' કરીએ 'સંવાદ' સોણી 'સભયતા' આકૄતિ
વિશ્વ માંગે શાંતિ શુભારંભી દૈવી તત્વ છે પ્રકૃતિ
સહચારી સંસ્કૄતિ સંગ પ્રસન્ન સંસ્કારી પરિપૂર્ણ પ્રકૃતિ.
