પ્રકૃતિ
પ્રકૃતિ
રમણીય સાંજ સાથે તારો સાથ ગમે છે,
આપણો પ્રેમ જોઈને વર્ષા ધરાને ચુમે છે.
તારા પ્રેમમાં તો મારુ કોમળ, નાજુક હૈયું,
નાની બાળકીની જેમ મસ્ત રૂમે ઝૂમે છે.
આપણા બંનેની ખાનગી વાતો સાંભળી,
સુમન પણ સમીર સાથે પ્રેમથી રમે છે.
તારા સુંવાળા કેશમાં ખોવાયેલ જોઈને,
સુરજમુખી પણ રવિ સામે રોજ નમે છે.
"સરવાણી"પ્રેમમાં આતપ્રોત બનેલા જોઈ,
આ પ્રકૃતિ પણ "ઈશ"ના પ્રેમમાં ભમે છે.

