પ્રકૃતિ પાસેથી શીખીએ
પ્રકૃતિ પાસેથી શીખીએ
તારા મારા પાસેથી લેવાનું તો ઘણું શીખ્યા,
ચાલને આજે પ્રકૃતિ પાસેથી આપતા શીખીએ,
ફૂલોને તોડી કચડી મસળી નાખતા ઘણું શીખ્યા,
ચાલને આજે પ્રકૃતિ પાસેથી ખીલવતા પણ શીખીએ,
વૃક્ષો તોડી કેટલાયને બેઘર કરતા ઘણું શીખ્યા,
ચાલને પ્રકૃતિ પાસેથી કોઈને આશરો આપતાં શીખીએ,
કોઈને નીચા પાડીને તોડતા તો ઘણું શીખ્યા,
ચાલને પ્રકૃતિ પાસેથી ઉપર ઊઠતા શીખીએ,
વિનાશ તો કરતાં તમે ને અમે પણ ઘણું શીખ્યા,
ચાલને પ્રકૃતિ પાસેથી સર્જન કરતાં શીખીએ.
