STORYMIRROR

bina joshi

Classics

4  

bina joshi

Classics

પ્રકરણ લાગે

પ્રકરણ લાગે

1 min
236

એકબીજાને મળવું સ્મરણ લાગે છે, 

વાત વાતમાં કોઈનું વિસ્તરણ લાગે છે,


દેખાદેખી નરી આંખે જોતાં ભૂલી ગયાં,

પરિવાર સાથે રહેતા ઘમસાણ લાગે છે,


આઝાદ થવાની ઘેલછા સૌને લાગી છે, 

જીવનમાં બદલતું રોજ પ્રકરણ લાગે છે,


ઊંચી થવા લાગી મોટી ઈમારતો શહેરની, 

મનનું બદલાતું નીચું આચરણ લાગે છે, 


બંધ બિલ્ડિંગમાં પરિવાર સમાઈ ગયો, 

અધૂરું રહી જતું બાળપણ લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics