પ્રિયતમને
પ્રિયતમને
પ્રિયતમ જયારે હું ના હોવ તો,
તારી પ્રિયાની યાદમા, મારો સાથ,
મારા શબ્દો અને રચના,
સાથ આપશે મારી ડાયરીમાં,
મારી લાગણીસભર તસવીર,
લાગણીઓનો તરવરાટ સાથમાં.
મારા અંગનો ભાગરૂપી અંશ
અહેસાસ સ્પર્શનો સાથમાં
તારારુમાલમાં ગુંથન,
પ્રણયનુ પ્રતિક સાથમાં.
મારી પેન હશે તારા હાથમા ,
લાકડી સમજ સાથમાં,
પ્રિય મારી યાદ હશે,
અંતિમ શ્વાસના સાથમાં
પ્રિયતમ જયારે હું ના હોવ તો,
તારી પ્રિયા ની યાદમા, મારો સાથ.