પ્રિયતમને પોકાર
પ્રિયતમને પોકાર
જ્યારથી તું મુજથી દૂર ગયો છે,
જીવન મારૂં હવે સૂનકાર બન્યું છે,
ક્યારે તું પરત આવીશ ઓ પ્રિયતમ,
આ જીભ તારૂં રટણ કરી રહી છે.
જીવનમાં અંધકાર વ્યાપી ગયો છે,
રાત પણ પૂનમની અમાસ બની છે,
ક્યારે ઉજાશ આવશે ઓ પ્રિયતમ,
આ જીભ તારૂં રટણ કરી રહી છે.
વાટલડી જોઈ મન બેચૈન થયું છે,
વિરહથી દિલ મારૂં તડપી રહ્યું છે,
ક્યારે તડપ શાંત થાશે ઓ પ્રિયતમ,
આ જીભ તારૂં રટણ કરી રહી છે.
આંખલડી રાહ જોઈ થાકી ગઈ છે,
ઉજાગરા કરીને લાલઘૂમ બની છે,
ક્યારે મિલન થાશે તારૂં ઓ પ્રિયતમ,
આ જીભ તારૂં રટણ કરી રહી છે.
તારા વિના જીવન અધૂરૂં બન્યું છે,
પ્રેમનુ ઉધ્યાન મારૂં સૂકાઈ ગયું છે,
"મુરલી"ને દિલમાં સમાવીલે ઓ પ્રિયતમ,
આ જીભ તારૂં રટણ કરી રહી છે.

