Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ravat Rajeshkumar

Drama

3  

ravat Rajeshkumar

Drama

પ્રિયતમ ઘેલી

પ્રિયતમ ઘેલી

1 min
171


હતી પ્રીતઘેલી હું શ્યામ,

દિવાની તારા નામની રે,

તમે છો પ્રિયના પ્રિયતમ આજ,

તન, મનથી આજ તમારી રે,


ઘેલી કીધી મને શ્યામજી,

એક મૂરતમાં મોહી દિવાની રે,

રોમ રોમ પ્રિયતમ તમે છો,

હર એક ધબકારમાં વસો છો,


હરખ ઘેલી કિધી મુજને ઠાકર,

માળા જપું હું તો મારા શ્વાસની રે

મોહી ગઈ, વારી ગઈ સૂર તણી,

ઘેલી રે ઘેલી મારા શ્યામની રે,


હરખનાં આંસું, વિરહના આંસું,

કયાંરે દીઠું હું મારા હરિહરને,

આજ સમજાણી પ્રિયતમ ને,

કેમ રે બન્યાં હું ન જાણું રે,


તાલ, તંબૂરો ને ભજન મારી પ્રીત,

યાદ કરું હરિ દિન રાત હું તો,

તુજ વિન આંખડી રાતી ને,

શમણાં મહી રાચતી પ્રિયતમા, 


કરું વાતો પ્રેમ ઘેલી મૂરતને,

આવો હવે તો મારા ભરથાર,

ભવ ભવનાં સંગાથી મારા,

તમને સ્મરું દિન રાત પ્રિયતમ,

કરજો સ્વીકાર પ્રિયતમનો,

ચરણમો રાખજો મારા શ્યામજી.


Rate this content
Log in