‘પ્રિયે’ ની મુલાકાત!
‘પ્રિયે’ ની મુલાકાત!
અનાયાસે ગોઠવાઈ ગઈ,
એક સંધ્યા ક્ષિતિજે આપણી મુલાકાત !
મુગ્ધ થઈ ગયું રતાશ રંગે ધડકતું મિલન,
હતી શું એમાં એવી રંગીન વાત !
આસપાસ મહેકતું નૈસર્ગિક સૌંદર્ય,
એ પર્વત પર મારો સિરતાજ કેવો !
‘પ્રિયે’ની ઝુલ્ફોને સ્પર્શ પવનનો ને,
મરક મરક મલકે હોઠ વ્હાલમ તો એવો !
તારા હાથમાં મારો હાથ હોય,
એ જન્નતની એવી ક્ષણ હતી એ તો !
નયનમાં સપના હોય મારા ને,
એમાં કેસરી પ્રેમજ્યોત ઝળહળે હવે તો !
જ્યાં બે દિલની ધડકન પ્રેમળ સંવાદથી,
ધડકી ઊઠી એકમેક માટે !
દિલ પર કોતરાયા નામ ‘રાધા’ ને “શ્યામ”ના
પ્રણયની રીત થઈ એ વાટે !
બંધાઈ ગઈ ડોર એ સોહામણી પ્રીતની,
દુન્યવી રીવાજોથીયે ન તુટે એ રુહ તો રહે હરદમ મસ્તાન !
‘સ્વપ્નીલ ‘ ને ખુદ ખુદા જ આવી મળ્યા,
આ રમ્ય સૃષ્ટિમાં અમર થઈ એ દાસ્તાન!