પરિવર્તન
પરિવર્તન


પરિવર્તનનો આ કેવો
પવન ફૂંકાતો જાય છે
કુદરતી જંગલોનો નાશ કરી
સિમેંટ કોંક્રેટના જંગલોનો
ખડકલો વધારતા જાય છે,
ગીચતાભર્યા ફ્લેટોમાં જ્યારે
વીજળી ગુલ થાય છે,
ત્યારેજ આ માનવીને વૃક્ષનાં
છાંયડાની યાદ તાજા થાય છે,
સ્માર્ટફોનમાં ફોરજીની સ્પીડે રોજ
નવા સંબંધ બાંધતા જાય છે,
પડોશમાં રહેતા પ્રત્યક્ષ મળતા લાગણીના
સંબંધો નજર અંદાજ કરતા જાય છે,
વૃક્ષ વાવો, વરસાદ લાવોના સ્લોગન
ઓનલાઈન વાયરલ થાય છે,
વાવેતરના નહી લાઈક્સ અને કમેન્ટના
આંકડા ચોપડે લખાતા જાય છે,
આ કાળજાળ ગરમી અસહ્ય તાપ,
ૠતુ ચક્રમાં કેમ ફેરબદલ થતા જાય છે?
ફૂલ ફેસેલીટીની ચેમ્બરમાં બેસી
સરકારીબાબુઓમાં આ ચર્ચા વિચારણા થાય છે,
પ્રકૃતિનું આવુ અસંતુલનના દોષારોપણ
એકબીજા પર કરતા જાય છે,
આવકારી શકીયે ખરુ ?
આવુ પરિવર્તન
પર્યાવરણનું જે થતું જાય છે,
જરા વિચારતો કરો આ કેવું વિનાશ
જાતે નોતરતા જાય છે ?
શું આવનારી પેઢીને આવી આબોહવામાં
શ્વાસ લેવા આવકાર આપી શકાય છે ?