પ્રિતઘેલી
પ્રિતઘેલી
આજ, સંધ્યા સમાઈ ગઈ સૂરજમાં
સૂરજ પણ હસતો હસતો
ડૂબી ગયો સંધ્યામાં
થઈ ગઈ અલબેલી રાત
દિવાળીના દીવામાં
બેઠી છે છૂપાઈને જોતી
રાહ મિલનની ક્ષિતિજે
પ્રીતની અંતિમ ચરમસીમા
એકબીજાના બાહુપાશમાં
સર્જાઈ અને પ્રીત ઘેલી
થઈ હર્ષ ઘેલી

