પરિણામ
પરિણામ
લે જીવડાં તેં જ તો આ ચાળા કર્યા,
હાથે કરી પોતાના હાથને કાળાં કર્યા.
બચાવી ના જ શકયો નિજ જાતને તું,
ભલેને તારી ફરતે હજાર પાળા કર્યા.
સાચવીને મૂકયું જીવનમાં હરેક ડગલું,
હાય! કઈ નબળી પળે કામ ગાંડા કર્યા?
દયા ભરેલું તરુવર બન્યો તો ગમતાં ને,
અણગમતાં દરેક પંખીએ ત્યાં માળા કર્યા.
આખર જાણીને સહુએ તારી આ નાદાની,
મજાક બનાવી, મોં આડા કરી તાળાં કર્યા.
