પ્રીતની લડત
પ્રીતની લડત
પ્રીતની છે આ લડત,
આપણી છે આ મમત,
જિંદગીના દાવ પર
પ્રેમમાં લાગી શરત,
પાંપણો પર આંસુઓ,
પ્રેમમાં ઝીલું સતત,
પ્રીત તારી જો મળે,
તો મળ્યું આખું જગત,
દિલ મને તારું મળે,
તો નહીં આપું પરત
બિંદુનું દિલ છે નરમ,
સ્નેહથી થોડુ વરત.

