STORYMIRROR

Falguni Rathod

Romance Others

4  

Falguni Rathod

Romance Others

પ્રીત

પ્રીત

1 min
224

શબ્દ સામા મળેને આજ પૂછી લઉં;

હાથોથી મનને સંગ સાથે જોડી દઉં.


ખીલેલી ફૂલોની મહેક આજ સૂંઘી લઉં;

મંદ મંદ વાયરા સંગ આજ ડોલી જઉં.


 ઘનઘોર ઘટામાં નિશા સંગ જાગી લઉં;

વસંતની વેલ થઈ ડાળી સંગ વીંટળાઈ જઉં.


સાગર અફાટ ઉછળે તેની સંગ ઉછળી લઉં;

હેલી વર્ષાની થઈ એમાં આજ ઝૂમી જઉં..


ચોમેર પ્રસરી ગઈ સુગંધી સોડમ તેમાં નિરખી લઉં;

પ્રીતની રીત મળી એને જગમહી આજ નિભાવી દઉં.



Rate this content
Log in

Similar gujarati poem from Romance