STORYMIRROR

Patel Padmaxi

Children Classics Fantasy

3  

Patel Padmaxi

Children Classics Fantasy

પરીઓના દેશમાં

પરીઓના દેશમાં

1 min
10.6K




ચાલ સખી પરીઓનાં દેશમાં,

ચાલ સખી સપનાનાં દેશમાં,


પાંખો લગાવી આકાશે ઉડીએ,

વાદળ સંગાથે આમતેમ ડોલીએ

સૂરજ સાથે રમીએ,

ચાંદા સાથે રમીએ,

તારલાનાં તો આપણે ભાઈબંધ બનીએ,

ચાલ સખી પરીઓનાં દેશમાં,


પર્વત- પહાડની ટોચે વિહરીએ,

જંગલનાં પશુ- પક્ષીને મળીએ,

ઝાડ સાથે ઝૂમીએ,

પવન સાથે ઘૂમીએ,

ફૂલોનાં ઉપવનમાં ઘર બનાવીએ,

ચાલ સખી પરીઓનાં દેશમાં,


સાગરનાં મોજા સંગ ઉછળીએ,

નદીઓનાં પાણીમાં સરસર સરીએ,

ઝરણાં સાથે વહીએ,

ખેતર વાડે ફરીએ,

લીલા મેદાનોમાં ખેલ નવાં ખેલીએ,

ચાલ સખી પરીઓનાં દેશમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Children