પ્રગટ દેવ
પ્રગટ દેવ
પ્રગટ દેવ….
આ પૂષ્પ ખીલ્યું તે પિતાજી
ને સુગંધી તે માતારેઆ ઊંચા પહાડ તે પિતાજી
ને સરવાણી તે માતારેઆ અષાઢ ગાજ્યા તે પિતાજી
ને ધરતી મ્હેંકે તે માતા રેઆ સાગર ઉછળે તે પિતાજી
ને ભીંની રેત તે માતા રેઆ ત્રિપુંડ તાણ્યું તે પિતાજી
ને ચંદન લેપ તે માતા રેઆ કવચ કૌવત તે પિતાજી
ને મમતા ઢળી તે માતા રેઆ ઢોલ વાગ્યું તે પિતાજી
ને શરણાયું તે માતા રેઆ ધ્રુવ તારો તે પિતાજી
ને અચળ પદ તે માતા રેઆ પ્રગટ દેવ તે પિતાજી
ને પ્રભુ પ્યાર તે માતા રેઆ અહોભાવની આરતજી ને
ઉર મંગલા શાતા રે
રમેશ પટેલ(આકાશદીપ)
