Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sanket Vyas Sk

Drama

5.0  

Sanket Vyas Sk

Drama

પ્રેમતણા પ્યાલા

પ્રેમતણા પ્યાલા

1 min
334

સપ્તપદીના ફેરા ફરાય,

હસ્તમેળાપ થકી દિલડા જોડે એ છે લગ્ન,

વિદાય વેળા ગળગળા થઈ જવાય,

મા-બેટીની આંખો સુકાય એ છે લગ્ન, 

આંગણું ભર્યું ભર્યું થઈ જાય,

ઘરને ભર્યું ભર્યું કરી દે એ છે લગ્ન, 

પ્રેમ તણા પ્યાલા છે લગ્ન,

ક્યાંક વિષ પ્યાલા થઈ જાય એ છે આ લગ્ન,

રોજે રોજ એ ટહુકા સંભળાય,

એ પતિ પત્નીનો ગુંજારવ છે આ લગ્ન, 

ક્યારેક રૌદ્ર સ્વરૂપ લેતો,

એવો એ અવસર છે આ લગ્ન, 

ક્યારેક તીખી મીરચી બની જાતો,

પછી થતા એ પતિ-પત્નિ એ છે આ લગ્ન, 

ઝાડવું લીલુછમ થયું ને,

સંબંધો વધી ગયા એવા છે આ લગ્ન, 

ક્યારેક ખૂબ રમણીય બની જાય,

તો એ છે સુઅવસર આ લગ્ન, 

પ્રેમથી સૌ હળીમળીને રહે,

એ છે શુભ અવસર અને એ જ છે આ લગ્ન.

Rate this content
Log in

Similar gujarati poem from Drama