પ્રેમનું પુસ્તક
પ્રેમનું પુસ્તક


પુસ્તકોનાંં ભંડાર ભર્યા છે,
જ્ઞાનનાં ભંડાર ભર્યા છે.
ખોલો તો જાણો જરૂર,
આનંદનાં ભંડાર ભર્યા છે.
સાચો મિત્ર નહીં કોઈ,
ગુણોનાંં ભંડાર ભર્યા છે.
એકરસ થઈ જશો એમાં,
રત્નોનાં ભંડાર ભર્યા છે.
વિભૂતિઓનાં જીવન જેમાં,
પ્રસાદનાં ભંડાર ભર્યા છે.
'અમૃત' ભરો પ્યાલા પ્રેમનાં,
રસનાં ભંડાર ભર્યા છે.