પ્રેમનું એવું જોડાણ રાખજે
પ્રેમનું એવું જોડાણ રાખજે
પ્રેમનું એવું જોડાણ રાખજે,
સંબંધોમાં ગળપણ રાખજે,
હૈયાના આંગણે ભીનું ઝરણ રાખજે,
હૈયે પોતાના લોકોનું સ્મરણ રાખજે,
તોડી ન શકે કોઈ એવું જોડાણ રાખજે,
જીવનમાં પ્રેમનું ચલણ રાખજે,
તારા પોતાના લોકો પ્રત્યે સ્નેહનું વલણ રાખજે,
સંબંધોમાં ગોળ જેવું ગળપણ રાખજે,
પોતીકા લોકો પ્રત્યે સ્નેહનું સગપણ રાખજે,
લોહચુંબક જેવું હૈયાનું જોડાણ રાખજે,
તૂટી ન શકે કદી એવું પ્રેમનું જોડાણ રાખજે.
