STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

પ્રેમનું આલિંગન

પ્રેમનું આલિંગન

1 min
160

પૂનમની રઢીયાળી રાતે,

છૂમ છનનન પાયલ નાદે,

ખ્વાબોની મલ્લિકાને રૂપે,

અચાનક મુજને મળી ગયા.


મીઠી નજર મુજ પર નાખીને,

પાંપણોથી ઈશારા કરીને,

વેરાન મારા હૃદયની ભીતર,

પ્રેમની જ્યોત જગાવી ગયા.


અધરોથી મુસ્કાન રેલાવીને,

કોયલ જેવો ટહૂકો કરીને,

સૂના પડેલા પ્રેમના સ્વરોને,

મધુરતાથી રણકાવી ગયા.


યોવનની અંગડાઈ લઈને,

હાલ મારા બેહાલ કરીને,

યોવન રસમાં છલકાવીને,

મદહોશીમાં ડૂબાડી ગયા.


પાસે આવી હાથ ઝાલીને,

પ્રેમભર્યું આલિંગન દઈને,

હૃદયના દ્વાર ખોલીને "મુરલી"

તમે મારા દિલમાં વસી ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama