STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

પ્રેમનો વળગાડ

પ્રેમનો વળગાડ

1 min
162

સુંદરતા તારી અપાર છે,

તું ખૂદાનો ચમત્કાર છે,

નથી રહી શકતો તુજ વિના સનમ,

તારા પ્રેમનો મુજને વળગાડ છે,


અતિ મોહક છે સૂરત તારી,

જે દિવાનો મુજને બનાવે છે,

તુજને જોઈને સૂરજ પણ વાદળોમાં,

શરમાઈને સંતાય જાય છે,


નયનો તારા કજરાળા છે,

અધરો તારા રસીલા છે,

નથી રહી શકતો તુજ વિના સનમ,

તારા પ્રેમનો મુજને વળગાડ છે,


મુજને તડપાવે છે અદા તારી,

રોજ સપનામાં મુજને સતાવે છે,

હાલત મારી જોઈને ચંદ્ર પણ,

વ્યંગમાં મલકાય છે,


ચાલ તારી નખરાળી છે,

ત્ ત્ થૈ મુજને નચાવે છે,

નથી રહી શકતો તુજ વિના "મુરલી",

તારા પ્રેમનો મુજને વળગાડ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance