પ્રેમનો તલસાટ
પ્રેમનો તલસાટ
ધગધગતી આ પ્રેમ જ્વાળામાં,
શીતળ સમીર તું લહેરાવી જા,
તારા ઊડતાં ઝૂલ્ફોની છાયામાં,
મુજને શીતળ તું બનાવી જા,
તરસ્યો થયો છું તારા પ્રેમનો,
તરસ મારી તું છીપાવી જા,
તરફડી રહ્યો છું તારા વિના હું,
પ્રેમ જળ મુજને તું વહાવી જા,
પસીનો વહાવું છું વાટ જોઈને,
આવીને મિલન તું પૂર્ણ કરી જા,
ન તલસાવીશ મુજને વાલમ,
પ્રેમની મહેક તું પ્રસરાવી જા,
તારી મધુર મુસ્કાન દેખાડીને,
તડપ મારી શાંત તું કરી જા,
સપનાંમાં ન સતાવ તું મુજને,
દિલમાં મુજને તું વસાવી જા,
દીવાનો ન બનાવીશ તું મુજને,
મલ્લિકા મારી તું બની જા,
"મુરલી" સંભળાવું પ્રેમની તુજને,
પ્રેમની જ્યોત તું પ્રગટાવી જા.

