પ્રેમનો સુંદર કિસ્સો થઈ ગઈ
પ્રેમનો સુંદર કિસ્સો થઈ ગઈ
તું મારા વિશાળ હૃદયનો એક હિસ્સો થઈ ગયો,
લૈલા મજનુ જેવો આપણો કિસ્સો મશહૂર થઈ ગયો,
પ્રેમ મળ્યો તારો ને,
હું ખુશનસીબ થઈ ગઈ,
ખુશ્બૂ હતી હું વાયરો બની આવ્યો તું,
તારા સંગે મહેક બની ચારેકોર મશહૂર થઈ ગઈ,
તારા સંગે શૂન્યમાંથી સેંકડો થઈ ગઈ,
પાંખ વગરનું પંખી હતી હું,
તારા સંગે આભે ઊડતી થઈ,
તારી કહાની તારો હિસ્સો થઈ ગઈ,
જો ને તારા સંગે પ્રેમનો સુંદર કિસ્સો થઈ ગઈ.

