STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

પ્રેમનો રોગી

પ્રેમનો રોગી

1 min
153

મળ્યા હતા મુજને વર્ષો પહેલા,

આજ અચાનક તમે મળી ગયા,

તમને રૂબરૂ મે નિહાળ્યા ત્યાં તો,

મારા દિલના તાર ઝંકૃત થઈ ગયા,


પૂનમની શીતળ આ ચાંદનીમાં,

સુંદર સૂરત તમે ચમકાવી ગયા,

તમારી મસ્ત અદાઓ જોઈને,

રોમ રોમમાં તરંગ લહેરાવી ગયા,


નજરના જામ છલકાવીને તમે,

મુજને મદહોશ બનાવી ગયા,

કોમળ અધરોનું પાન કરાવીને,

મુજને ભ્રમર તમે બનાવી ગયા,


દોડીને તમે મુજને ભેટ્યા અને, 

હેમંતની ઠંડીમાં હૂંફ આપી ગયા,

નિખરતા તમારા યૌવનમાં મુજને, 

ભાન-શાન તમે ભૂલાવી ગયા,


તમારો મધુરો સાદ સંભળાવીને,

પ્રેમ રાગનો આલાપ કરી ગયા,

"મુરલી" માં પ્રેમની તાન છેડાવીને,

પ્રેમનો રોગી મુજને બનાવી ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama