પ્રેમનો રંગ
પ્રેમનો રંગ
તારાં પ્રેમના રંગમાં મારે રંગાવું હતું,
એ રીતે પછી જીવન સજાવવું હતું !
નો'તી કરવી ચિંતા બીજા કશાની ને,
મારે તો મારી જાતને ભૂલાવવું હતું !
ને કદર હતી નહીં સાચી લાગણીની,
અઘરું હવે હૃદયને સમજાવવું હતું !
એ તરફના રસ્તે હું હજુય ચાલું છું,
મારે જીવનને મુજથી મળાવવું હતું !
તમારી જુદાઈની અસર કારમી થઈ,
રડી રડીને હવે તો મન મનાવવું હતું !

