પ્રેમનો પતંગ
પ્રેમનો પતંગ


કેવો મસ્ત એ ઉડતો હતો આભે,
લહેરાઈ રહ્યો હતો એ તારાં સંગે,
ઢીલ પણ મેં ખૂબ જ આપી હતી,
ખેંચ્યો હતો જ નહીં ક્યારેય એને,
પેચ લડી ગયા દિલ નાં આકાશમાં,
ગૂંચ પડી ગઈ દોરમાં આકાશ મધ્યે,
ખેંચવો જ પડ્યો અંતે એ પતંગને,
ઢીલ મૂકીને હારીને નિરાશ મનથી,
ફરી ચગશે? એ પતંગ મારાં પ્રેમ નો,
હશે જો પવન અનુકૂળ ફરી ગગને.