STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

પ્રેમનો પોકાર

પ્રેમનો પોકાર

1 min
274

આજ સપનામાં આવ્યા અચાનક ને,

મનડામાં ઉમંગ ભર્યા તમે,


રાતો વિતાવતો હતો ઘોર અંધારી ને,

પૂનમની જેમ અજવાળી તમે,


પાનખર જેવી હાલત હતી મારી ને,

વસંતની જેમ મહેંકાવી તમે,


દિન રાત તમારી વાટ જોતો હતો ને,

રૂમઝૂમ કરતા પધાર્યા તમે,


તડપતો હતો તમારા પ્રેમ માટે ને,

 મલ્હારની જેમ વરસી પડ્યાં તમે,


તરસી રહ્યો હતો તન્હાઈયોથી ને,

સ્નેહ ભર્યો હાથ પસવાર્યો તમે,


સળગી રહ્યો હતો પ્રેમની જ્વાળામાં ને,

શીતળ સમીર લહેરાવ્યો તમે,


વિરહના આંસુ વહી રહ્યાં હતા ને,

મિલનને મધુર બનાવ્યું તમે,


લેતો હતો શ્વાસ નિસાસા નાખી ને,

પ્રેમની સરગમ છેડાવી તમે,


હૃદયથી મે તમને આવકાર્યાં ને,

ગુલાબી સ્મિત ફરકાવ્યું તમે,


દોડીને આલિંગન આપીને મુજને,

મદહોશીમાં ડૂબાડ્યો તમે,


સપનું સાચું બનાવ્યું "મુરલી" નું,

પ્રેમનું ઉધ્યાન ખિલાવ્યું તમે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance