પ્રેમનો નશો
પ્રેમનો નશો
તારા મુગ્ધ લાવણ્યને જોઈને
મારા કદમ ડગમગી ગયાં,
તારા નિતરતાં સૌંદર્યમાં ગરકાવ
થઈ ગયો,
નીલી ઝિલ જેવી આંખોનાં ઊંડાણે
દિલ હરી લીધા,
ગાલોની લાલિમાએ નિઃશબ્દ
બનાવી દીધા,
ખડખડાટ હાસ્યનાં હિલોળાએ
ઘાયલ કરી દીધા,
દિલમાં વસાવી છે તારી મૂરત
જે કાયમી થઈ ગઈ,
હાથ છોડીને ન જતી તું વસજે
દિલમાં એમ જ.

