પ્રેમનો ઇઝહાર
પ્રેમનો ઇઝહાર
પ્રેમ હોય તો જરા ઇઝહાર તું કર,
એમ હવે તું એનો અસ્વીકાર નાં કર,
આવીશ મળવા તો આવકારીશું તને,
નહી આવીને મને તું નિરાશ નાં કર,
તારા ભાવ ની તો વાત જ શું કરું,
મારા ભાવ નાં તું ભાવતાલ નાં કર,
રાખી બેઠો છું તને દિલમાં મારાં,
એ વાતનો હવે તું અનાદર નાં કર,
સવાલ જો ઝીંદગીનો છે મારી,
ઇન્કાર કરીને તું મને હેરાન નાં કર.

