પ્રેમનો ઈતિહાસ
પ્રેમનો ઈતિહાસ
હું તને શોધુ, તું મને શોધે,
ચાલ હવે સંતાવાની રમત બંધ કરીએ,
એક બીજા સાથે નજર મેળવીને,
પ્રેમના અમૃતનું રસપાન કરીએ,
નથી ડરવું હવે સમાજમાં રહીને,
ચાલ ઈર્ષાની આગ હંમેશા શાંત કરીએ,
અરસ પરસ દિલમાં પ્રેમથી સમાઈને,
ધડકનનાં તાલને મેળવતા રહીએ,
હાંફવું નથી હવે દોડી દોડીને,
ચાલ શ્વાસોની સરગમ રેલાવતા રહીએ,
પ્રેમ રાગનો મધુર આલાપ કરીને,
પંચમનો સ્વર લગાવતા રહીએ,
એકબીજાના પ્રેમમાં દિવાના બનીને,
ચાલ મિલનનો આનંદ માણીએ,
"મુરલી" તન અને મનથી એક બનીને,
પ્રેમનો અદ્ભૂત ઈતિહાસ રચીએ.

