પ્રેમનો આવકાર
પ્રેમનો આવકાર
રૂમઝૂમ કરતા આવો જીવનમાં,
પ્રેમનું સંગીત મારે ગાવું છે,
પ્રેમની મધુર શરણાઈ વગાડીને,
સામૈયું તમારું કરવું છે,
હૃદયના આસને તમને બેસાડીને,
પ્રેમના હિંડોળે ઝૂલાવવા છે,
મધુર પ્રેમના તરાના રેલાવીને,
પ્રેમના મંદિરમાં વસાવવા છે,
તમારા રૂપમાં ઘાયલ બનીને,
ચોકીદારી તમારી કરવી છે,
હર પળ તમારો પડછાયો બનીને,
તમારું સાનિધ્ય મારે માણવું છે,
નથી રહેવું હવે એકલા અટુલા,
જીવન તમારી સંગે વિતાવવું છે,
તમારા મદમસ્ત યૌવનમાં "મુરલી"
મદહોશ બનીને જીવવું છે.

