પ્રેમની વજીરાત
પ્રેમની વજીરાત
શાધે છે મારા નયનો રોજ તુજને, નયનોમાં છબી તારી જ છે.
ઝંખુ છું દિન રાત દિલથી તુજને, દિલમાં ધડકન તારી જ છે.
આતુર બન્યો છું મળવા તુજને, તરસ મિલનની તારી જ છે.
રાત્રે સપનામાં નિરખુ છું તુજને, સતામણી સપનામાં તારી જ છે.
સાદ કરી રહ્યો છું પ્રેમથી તુજને, જીભ ઉપર રટણ તારૂં જ છે.
દિલના આસને બેસાડીશ તુજને, દિલના દ્વારે વાટ તારી જ છે.
અરમાનોથી સજાવીશ તુજને, પ્રેમની આ વજીરાત તારીજ છે
પ્રેમની મૂરત માનું છું તુજને, હર પળ આરાધના તારી જ છે.
પ્રેમનો રાગ સમજાવીશ તુજને, પ્રેમની સરગમો તારી જ છે.
"મુરલી" પ્રેમની સંભળાવીશ તુજને, પ્રેમની ધૂન તારીજ છે.

