STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

પ્રેમની સરગમ લહેરાવી ગઈ

પ્રેમની સરગમ લહેરાવી ગઈ

1 min
417

પ્રેમથી આવકારી જ્યાં મે તુજને

નજરોના જામ તું છલકાવી ગઈ, 

એકલતાભરી જીંદગીમાં મુજ પર,

પ્રેમની સરિતા તું વહાવી ગઈ. .


વિતાવતો હતો જીવન પાનખરમાં,

વસંત મારી તું મહેંકાવી ગઈ,

સૂના આ મારા દિલમાં પ્રવેશ કરીને,

પાયલનો નાદ તું રણકાવી ગઈ.


સળગી રહ્યો હતો પ્રેમની આગમાં,

પ્રેમનો મલ્હાર તું વરસાવી ગઈ,

દિલની ધડકનનો તાલ મેળવીને,

પ્રેમની સરગમ તું લહેરાવી ગઈ.


પ્રેમથી સમાવી મેં તુજને દિલમાં,

રોમ રોમ મારા ફરકાવી ગઈ,

પ્રેમ દિવાનો તે બનાવ્યો "મુરલી", 

પ્રેમનો રાગ તું છેડાવી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance