પ્રેમની પરિભાષા
પ્રેમની પરિભાષા


તારા મારા હૃદયની છે એક જ ભાષા,
જે છે આપણી લાગણીની પરિભાષા!
ક્યારેક મૌન તો ક્યારેક ટેરવાની ભાષા,
તો ક્યારેક થતાં સંવાદોથી ખુલાસા !
ક્યારેક નજરોની તો ક્યારેક ઈશારાની ભાષા,
તો ક્યારેક રહેતી મેસેજની અભિલાષા !
ક્યારેક સપના તો ક્યારેક સથવારાની ભાષા,
તો ક્યારેક શ્વાસમાં શ્વાસ ભળવાની આશા !
આખરે તો જીવનની રીતમાં પ્રીતની ભાષા,
એ જ તો છે તારા મારા પ્રેમની પરિભાષા !