પ્રેમની મહેક
પ્રેમની મહેક
ફૂલ ગુલાબનું હાથમાં લઈને તું,
અચાનક મુજને આપતી ગઈ,
સુગંધ ગુલાબની માણવા ગયો તો,
તું મુજથી દૂર ક્યાંક સંતાઈ ગઈ.
શોધી રહ્યો છું હું તુજને વાલમ,
ફરી તારી મુલાકાત મુજને ન થઈ,
ધોમ ધગતી આ ગરમીમાં તું મુજને,
પરસેવો વહાવી તરબતર કરી ગઈ.
રાતની હવે શરૂઆત થઈ છે અને,
શહેરની ગલીયો સૂમસાન થઈ ગઈ,
અમાસની અંધારી રાત પણ મુજને,
ડરપોક બનાવીને ભયભીત કરી ગઈ.
શોધતા શોધતા ઘરે આવ્યો ત્યાં તો,
થાકથી આંખ મારી મીંચાઈ ગઈ,
સવાર થયું અને આંખ ખોલી જોયું તો,
તારી સૂરતની મુજને ઝાંખી થઈ ગઈ.
તુજને નિહાળીને ઉછળી પડ્યો હું,
સૂરત તારી મારા દિલમાં વસી ગઈ,
તારો મધુર સાદ સાંભળીને "મુરલી",
પ્રેમની ગઝલ મારાથી લખાઈ ગઈ.

