પ્રેમની લહેર
પ્રેમની લહેર
તે મુજને હરપળ યાદ કરે છે,
તે પ્રેમનું રહસ્ય દિલમાં છૂપાવે છે,
પણ પૂનમની શીતળ રાત્રીએ તે,
હંમેશા મારી વાટ જોવે છે,
તે મુજને દરરોજ સાદ કરે છે,
તે રસ્તા ઉપર નજર નાખીને ઊભા છે,
પણ મારાથી વહેલા મોડું થાય તો તે,
મારા મિલન માટે ખૂબ તડપે છે,
તે મુજને દિલથી પ્રેમ કરે છે,
તે દિન રાત મારા પ્રેમ માટે ઝંખે છે,
પણ જો હું તેને કદી ન મળું તો તે,
પ્રેમની તરસથી ખૂબ તરફડે છે,
તું મુજને મળીને દિલથી થનગને છે,
તે મારા મનનાં મયૂરને ટહૂંકાવે છે,
પણ જો હું "મુરલી" મારી છેડું તો તે,
પ્રેમનો આલાપ બનીને લહેરાય છે.

