પ્રેમની લાગણી
પ્રેમની લાગણી
સમજે ના એવુું શુું છે,
સાદી છે મારી માગણી,
ભીંજાવુું મને ગમે છે,
હો વરસાદ કે તારી લાગણી.
એટલી તો ખબર હોય ને તને,
પ્રેમ ને તારા કેટલો તરસું,
આ મેઘો ય ક્યાંં પૂછે છે,
"બડી", કે'તા હો તો વરસુું ?
થાય વીજ નો ચમકારો,
કે તારી આંખ નો પલકારો,
વાદળનો ગડગડાટ જાણે,
પ્રેમનો છે તરવરાટ.
વ્યાખ્યા થાય મેહુલાની,
સાંંબેલાને મુશળધાર,
પ્રેમનીય ક્યાંં હદ હોય,
થઈ શકે એય અનરાધાર.