STORYMIRROR

Bharti Dave

Inspirational Thriller

4  

Bharti Dave

Inspirational Thriller

પ્રેમની કથા

પ્રેમની કથા

1 min
312


પ્રેમમાં વાત ક્યારેય પૈસાની ન હોય,

અંતરની લાગણીને તોલવાની ન હોય,


જોઈ તને, મન ઉપવન મઘમઘી જતું,

સુગંધની વાત છે, બોલવાની ન હોય,


નજર પરસ્પર ટકરાયાની આ વાત છે,

પ્રેમની કથા બધાંને કહેવાની ન હોય,


ભીતરે થોડી ભીનાશને સાચવી રાખી છે,

બારીઓ અંતરની ખોલવાની ન હોય,


વજનથી પ્રણયનું પુષ્પ નમી પડવાનું,

પૈસાનું કદ કંઈ વધારવાનું ન હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational