પ્રેમની જગા રાખજે
પ્રેમની જગા રાખજે


સ્વાદ થોડો પ્રેમનો તું ચાખજે,
પ્રેમ બીજાને જરા તું આપજે,
જિંદગી ના કામને ભૂલી જરા,
પ્રેમ માટેની જગા પણ રાખજે,
જીત માટે ભાગતો ના તું ભલા,
કોઇને જીતાડવા તું હારજે,
સાવ બંજર મા ધરા હોતી નથી,
પ્રેમના દાણા બધે તું વાવજે,
રોજ સુખ માટે ન કરતો જાગરણ,
દર્દ માટે પણ જરા તું જાગજે.