પ્રેમની હૂંડી
પ્રેમની હૂંડી


લ્યો અમે તો આ કરી કોરા કાગળ પર સહી,
હવે તમે નક્કી કરો, પ્રેમની હુંડી સ્વીકારવી કે નહી..
તમે કહેશો કે ખીલવું છે, તો અમે ફૂલ થઈ ખીલશું,
તમે કહેશો કે અસ્તિત્વ ભૂલવું છે, ખુદ ઓગળી ભૂલશું..
મિરાત સોંપી આ આયખાની એમાં જોવાનું ના હોય કંઈ..
લ્યો અમે તો કરી આ કોરા કાગળ પર સહી..
ભલે તમે લીધાં અબોલા, લગાવી દીધા મૌન તણા તાળા,
આંખ તમારી બોલે છે, જપો છો મારા નામની જપમાળા..
છોડી ઘરબાર અમારા, તમારી ધરોહરમાં અમે જઈશું રહી,
લ્યો અમે તો કરી કોરા કાગળ પર સહી.