STORYMIRROR

Dilip Ghaswala

Romance

3  

Dilip Ghaswala

Romance

પ્રેમની હૂંડી

પ્રેમની હૂંડી

1 min
372


લ્યો અમે તો આ કરી,

કોરા કાગળ પર સહી,

હવે તમે નક્કી કરો,

પ્રેમની હુંડી સ્વીકારવી કે નહી,


તમે કહેશો કે ખીલવું છે,

તો અમે ફુલ થઈ ખીલશું,

તમે કહેશો કે અસ્તિત્વ ભૂલવું છે,

ખુદ ઓગળી ભુલશું,


મિરાત સોંપી આ આયખાની,

એમાં જોવાનું ના હોય કંઈ,

લ્યો અમે તો કરી,

આ કોરા કાગળ પર સહી,


ભલે તમે લીધાં અબોલા,

લગાવી દીધા મૌન તણા તાળા,

આંખ તમારી બોલે છે,

જપો છો મારા નામની જપમાળા,


છોડી ઘરબાર અમારા,

તમારી ધરોહરમાં અમે જઈશું રહી,

લ્યો અમે તો કરી,

કોરા કાગળ પર સહી.


Rate this content
Log in