STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

પ્રેમની ભાષા

પ્રેમની ભાષા

1 min
186

તમારી પ્રથમ મુલાકાતમાં મારી,

નજર તમારી સાથે મળી ગઈ,

નયનમાં તમારા મે ઝાંખીને જોયું તો,

મારી તસ્વીર તેમાં મુજને દેખાઈ ગઈ,


સમીપ આવીને બેઠા તમે મારી,

દિલની ધડકન અતિ તેજ બની ગઈ,

તમારા દિલ સાથે દિલ મેળવ્યું તો,

પ્રેમના રાગનો તાલ મેળવી ગઈ,


તમારા અધરોના શબ્દોથી મારી,

કલમથી પ્રેમની શાયરી લખાઈ ગઈ,

તમારી પાંપણોના ઈશારા નિરખીને, 

પ્રેમની ભાષા મુજને સમજાઈ ગઈ,


તમારા નિખરતાં યૌવનથી મારી,

હાલત અતિ નાજૂક થઈ ગઈ,

દિલમાં તમે સમાયા તો "મુરલી",

મારાથી પ્રેમની તાન છેડાઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance