Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Drama Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance Tragedy

પ્રેમના પંથે

પ્રેમના પંથે

1 min
131


મળવા માંગુ છુ હું તુજને, પણ

તું મુજને ક્યારેય મળતી નથી,

બાવરો બનીને પૂછુ છુ તુજને,

સરનામું તારૂં મુજને દેતી નથી,


રસ્તામાં સામી મળે છે છતાં, પણ

મુજને નજર તું કદી મેળવતી નથી, 

 પ્રેમનો સંદેશા મોકલવા માંગુ છુ હું,

સરનામા વગર મોકલી શકતો નથી,


સાદ કરૂં છુ બોલાવવા તુજને, પણ

દરકાર મારા સાદની કરતી જ નથી,

દિલથી પ્રેમ કરૂં છુ હું તુજને વાલમ, 

મારા પ્રેમને તું કેમ સમજતી નથી ?


જ્યારથી જોઈ છે મે તુજને, પણ

મિલન તારી સાથે કદી થતુંં જ નથી,

તરસ લાગી છે તારા પ્રેમની મુજને,

તરસનું શમન તું કેમ કરતી નથી ?


દિલ મારૂં ધડકે છે તારા પ્રેમમાં, પણ

ધડકન દિલની તું સાંભળતી નથી,

કેમ આટલી નફરત કરે છે મુજને તે, 

હજી સુધી હું સમજી શક્યો નથી,


દિવાનો બન્યો છુ તારા પ્રેમનો, પણ

કેમ મુજ પર તું વિશ્વાસ કરતી નથી,

દિલના ઝૂલામાં ઝૂલાવવી છે તુજને, 

"મુરલી" તું કેમ દિલમાં સમાતી નથી ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama