પ્રેમી પંખીડા
પ્રેમી પંખીડા
પ્રેમીપંખીડા એકમેકમાં ગયા ઓગળી
પ્રેમીપંખીડા દૂધ સાકરની જેમ ગયા ભળી
દુનિયા ભૂલી એકબીજામાં ઓતપ્રોત થયા,
એકબીજાના જીવનમાં સર્જી ગયા રંગોળી,
તોડી રિવાજોની દીવાલ પ્રેમીપંખીડા થઈ ગયા ફરાર,
જીવનભર સાથ રહેવાનો કર્યો તેમણે કર્યો એકરાર,
નવાજીવન નવી ડગરનાં સહપ્રવાસી બન્યા બંને,
મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સાથ આપવાના કર્યા કરાર.

