STORYMIRROR

'Sagar' Ramolia

Romance

4  

'Sagar' Ramolia

Romance

પ્રેમગીત - આમ તો આપણે

પ્રેમગીત - આમ તો આપણે

1 min
595

આમ તો આપણે રોજ સામા મળીએ,

મુખ મલકાવીએ, કશું ન બોલીએ;

આમ તો આપણે…

 

કદી’ મળીએ પાંપણના પલકારે,

કદી’ સમજી લઈએ હોઠના ઈશારે;

હાથ હલાવવાની કોશિશ ન કરીએ,

આમ તો આપણે…

 

મુખ શા માટે ? મનને બોલાવીએ,

હૃદયના ઝંકારથી સૂર રેલાવીએ;

આનંદથી આનંદ આવી રીતે કરીએ,

આમ તો આપણે…

 

આ વિશાળ જગનો આજ કોઈ ડર નથી,

આપણે પંખીડાં, કોઈ આપણાથી ઉપર નથી;

મસ્તીનો સંબંધ, કોઈ નામ ન દઈએ,

આમ તો આપણે…


Rate this content
Log in

Similar gujarati poem from Romance